Uncategorizedઅમદાવાદ
ભાદરવી પૂનમે શ્રમજીવી પરિવારો માટે NPP સેવા ટ્રસ્ટનો સેવાયજ્ઞ
ભાદરવી પૂનમે શ્રમજીવી પરિવારો માટે NPP સેવા ટ્રસ્ટનો સેવાયજ્ઞ ગોતા, ઓઢવ અને સરદારનગરના શ્રમજીવી વિસ્તારોમાં મહાપ્રસાદનું વિતરણ, અન્નદાન સાથે પર્યાવરણ સંરક્ષણની પણ અનોખી પહેલ અમદાવાદ : ભૂખ્યાને અન્ન આપવાના પવિત્ર સંકલ્પ સાથે NPP સેવા ટ્રસ્ટ દ્વારા સમાજસેવાની અવિરત સરવાણી વહાવવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ પરિવારોની સેવા સાથે પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે પણ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મા અંબાના પવિત્ર ભાદરવી પૂનમના અવસરે NPP સેવા ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી પરિવારો માટે વિશેષ મહાપ્રસાદ અને અન્નદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. NPP સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગોતા, ઓઢવ અને સરદારનગર સહિતના શ્રમજીવી વિસ્તારોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમના પવિત્ર દિવસે શ્રમજીવી પરિવારો પણ મા અંબાના પ્રસાદથી વંચિત ન રહે તે હેતુથી યોજાયેલા આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રમજીવી પરિવારોને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવાકાર્યમાં ગોતા વોર્ડ ભાજપના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ વ્યાસ, ગોતા વોર્ડના કોર્પોરેટર શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, પૂર્વ કોર્પોરેટર શ્રી આરતીબેન ચાવડા, ગોતા વોર્ડ ભાજપના ઉપપ્રમુખ શ્રી પ્રણવભાઈ વછરાજાની, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી શ્રી કમલેશભાઈ ચાવડા અને ગોતા વોર્ડ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી સંદીપભાઈ રાઠોડના સંયુક્ત સહયોગ અને સંકલનથી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે NPP સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “ભાદરવી પૂનમના આ પવિત્ર દિવસે શ્રમજીવી પરિવારો પણ મા અંબાના પ્રસાદથી વંચિત ન રહે તે અમારો મુખ્ય હેતુ છે. જરૂરિયાતમંદ સુધી અન્ન પહોંચે અને તેમના ચહેરા પર સ્મિત આવે તે જ અમારા માટે સાચી સેવા છે.” તાજેતરમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પણ NPP સેવા ટ્રસ્ટ દ્વારા એક સપ્તાહ સુધી સતત શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક ભોજન કરાવવાનું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સમગ્ર સપ્તાહ દરમિયાન સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ પરિવારો સુધી અન્ન પહોંચાડવામાં આવ્યું હતું. NPP સેવા ટ્રસ્ટ માત્ર અન્નદાન પૂરતું સીમિત ન રહીને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે પણ સતત કાર્યરત છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શ્રી બીપીનભાઈ ગોતાની પ્રેરણાથી જનજન સુધી અન્ન અને સેવાનો લાભ પહોંચાડવાના પ્રયાસો પણ NPP સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભૂખ્યાને અન્ન આપવું, જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવી અને પર્યાવરણનું જતન કરવું—આ સંકલ્પ સાથે NPP સેવા ટ્રસ્ટ સમાજસેવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. શ્રમજીવી પરિવારોના ચહેરા પર આવતું સ્મિત અને જરૂરિયાતમંદ સુધી પહોંચતી સેવા જ NPP સેવા ટ્રસ્ટ માટે સાચી કમાણી અને સમાજસેવાનો સૌથી મોટો સંતોષ

