અમદાવાદ
ગુજરાત લોકસેવા ટ્રસ્ટ દ્વારા માનસિક આરોગ્ય હોસ્પિટલ (દિલ્હી દરવાજા) ખાતે ૪૦૦ જેટલા દર્દીઓને ભાવપૂર્વક ભોજન સેવા આપવાનું ભગીરથ કાર્ય
માનવતા અને નિઃસ્વાર્થ સેવાનો અદભુત સંગમ! ગુજરાત લોકસેવા ટ્રસ્ટ દ્વારા માનસિક આરોગ્ય હોસ્પિટલ (દિલ્હી દરવાજા) ખાતે ૪૦૦ જેટલા દર્દીઓને ભાવપૂર્વક ભોજન સેવા આપવાનું ભગીરથ કાર્ય ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી રોહન ગુપ્તા સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પુણ્ય કાર્યમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજકુમાર ગુપ્તા, ટ્રસ્ટી શ્રીમતી સુરેખા ગુપ્તા, શ્રી અર્પણ ગુપ્તા અને ટ્રસ્ટ ના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ અને સાથીદારોએ હાજર રહી પ્રેરણાદાયી સેવા આપી. આ પ્રસંગે દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા જેવા મહાનુભાવોના સ્ટેનોગ્રાફર રહી ચૂકેલા પરમ આદરણીય મિ. પીટર સાથે ટ્રસ્ટી શ્રીઓની મુલાકાત થઈ. જીવનની આ ક્ષણમાં પણ તેમની અદ્ભુત જીવંતતા અને અડગ ઉત્સાહ ખરેખર વંદન કરવા યોગ્ય અને પ્રેરણાદાયી છે! શ્રી રોહન ગુપ્તા સાહેબ અને શ્રી રાજકુમાર ગુપ્તા સાહેબે મિ. પીટરજીનું ભાવિ જીવન આદરપૂર્વક અને સ્વાસ્થ્યપ્રદ રીતે વીતે તે માટે તમામ મદદ કરવાની ખાતરી આપી. તેમના ચહેરા પર અનેરી ખુશી લાવીને ટ્રસ્ટે સાચા અર્થમાં માનવતા મહેકાવી છે. આ ભગીરથ કાર્યને કોટિ કોટિ નમન!






