અમદાવાદ
દરિયાપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ જૈન એ વિકાસલક્ષી અને જનહિતના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરી.
દરિયાપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ જૈન એ જિલ્લા સેવા સદન કચેરી ખાતે યોજાયેલી અમદાવાદ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહી દરિયાપુર વિધાનસભાના વિકાસલક્ષી અને જનહિતના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરી. વિસ્તારના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના સશક્તિકરણ અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે રચનાત્મક સૂચનો રજૂ કરવામાં આવ્યા.

